પરિચય

માર્ગદર્શન

જીવનના ૫૦ વરસ કામ કર્યુ અને હવે વન પ્રવેશ બાદ જીવનસાથી તૃપ્તિ સંગાથે અત્યાર સુધી ન કરેલા કામ શીખીને નવો અનુભવ મેળવી રહ્યો છું. સવારે ૬ થી રાત્રે ૧૦ દરમ્યાન ઇન્ટરનેટ પર અખિલ ટીવી અને અખિલ રેડિયો દ્વારા લોકોના વિચાર તેમના જ અવાજમાં વિશ્ચભરના ગુજરાતીઓ માટે પ્રસ્તુત કરીને સંતોષ તેમજ આનંદ પામીએ છીએ.

ઇન્ટરનેટની દુનિયામાં આમ તો ૧૦–૧૨ વરસથી છબછબિયાં કરતો રહ્યો છું. હવે છેક ચસ્કો ચડયો છે એમ તો નહિ પણ મોજ જરૂર પડે છે. પાસપોર્ટ વગર મારા જ ઓરડામાંથી મારી જ ખુરશીમાં બેસીને તૃપ્તિએ બનાવી આપેલ ચા પીતા પીતા વર્ચુઅલ વિશ્વસફરે જવાની મજા જ કંઇ ઓર છે. અજાણ્યા વિષયોને અપરિચિત લોકો સાથે પરિચય કેળવીને જાણવાનો આ અનુભવ મને ખરેખર યોગ્ય ઉંમરે જ થઇ રહ્યાનું લાગે છે અને હવે શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓના સહયોગ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓ માટે નિઃશુલ્ક ફિલ્મ શોનું આયોજન/સંચાલન કરીએ છીએ.

કોમપ્યુટર અને ઇન્ટરનેટની દુનિયામાં જેમને મળવાનું થયું, જેમની સાથે પરિચય થયા તે બધાને રૂબરૂ મળવાની ઇચ્છા પણ જાગ્રત થવા લાગી. જે ધરતી પર આપણે જન્મ લીધો, જયાં આપણે રમ્યા, ભણ્યા, ગણ્યા અને મોટા થયા, સંસ્કાર પામ્યા, સંસારી થયા, સમજણા થયા ત્યારેસ્તો ગુજરાતી તરીકે ઓળખાવાનું ગૌરવ પણ અનુભવી શક્યા, વિચારતા થયા અને વિકાસ સાધી શક્યા એવી ગુજરાતની ધરતી પર રહેતા અન્ય ગુજરાતીઓને મળવાનો અવસર કેમ ઊભો ના કરી શકાય ? વળી મોટા શહેરની મુલાકાત તો સૌ લે, પણ અમને થયું કે એવું ગુજરાત જોઇએ જયાં આપણે કદી ગયા જ ના હોઇએ અને આમાંથી વિચાર ઉદભવ્યો ગુજરાત યાત્રાનો !

ગુજરાત રાજયની દક્ષિણે, પૂર્વે અને ઉત્તરે પાડોશી રાજયની સરહદે અંતરિયાળ ક્ષેત્રના આદીવાસી વિસ્તારમાં થઇ અરબી સમુદ્રને કાંઠે વસેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો પ્રવાસ કરવો. અમે નકશો લઇને નક્કી કરી લીધા નેવું સ્થળ. સમગ્ર પ્રવાસ આશરે ૭૫૦૦ કિ.મી.નો થશે. બાળકો, યુવાનો અને મહિલાઓને અમે નિર્માણ કરેલ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા જીવનોપયોગી માર્ગદર્શન આપવું એમ વિચારીને એક પંથ અને બે કાજની યોજના ધીમે ધીમે આકાર લેવા માંડી.

ગુજરાત અને ગુજરાતીઓ વીશે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોએ ઘણું બધું લખ્યું છે, અને ઘણી બધી તસવીરો પણ ખેંચી છે. એટલે મારે એમાં વધારો નથી કરવો પણ ..

હા, પ્રત્યેક મળનાર ગુજરાતીને અનુભવવા જરૂર છે. તેમની બદલાતી બોલી, રીતરીવાજ, રહેણી કરણી, પરંપરા, પહેરવેશ, વ્યવસાય, સંસ્કૃતિ, ઉત્સવોની ઉજવણી, આહાર, આચાર અને વિચાર જાણવા છે .. જોવા છે.. જીવી જોવા છે. તેમને કોઇક રીતે કામ આવવું છે. આટલા વર્ષોમાં મને થયેલા અનુભવને આધારે તેમને મારાથી આપી શકાય તેવું અને તેટલું માર્ગદર્શન આપવું છે.

ખાસ કરીને બાળકો, યુવાનો અને મહિલાઓને. તદ્દન નિઃશુલ્ક.

જન્મથી જીવનના અંત સુધી માનવીને ડગલેને પગલે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, મુગ્ધાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા તેમજ પ્રૌઢાવસ્થા દરમ્યાન માર્ગદર્શન વગર ન ચાલે. મારુ માનવુ છે કે, માર્ગદર્શન મેળવવાની ઇચ્છા હોવી અનિવાર્ય છે.

જેમને માર્ગદર્શન મેળવવાની ઇચ્છા છે તેવા સૌ કોઇ સુધી પહોંચવા અમે પ્રયત્ન કરીશું.

અઘરા લાગતા સવાલના જવાબ હમેશા સહેલા જ હોય છે.

અખિલ સુતરીઆ ( મો – ૯૪૨૭૨૨૨૭૭૭)

માર્ગદર્શન લર્નિંગ સિસ્ટમ્સ   ટેલિફોન – 02632 243474 / 240842

ઇમેઇલ –  akhilsutaria@gmail.com   વેબસાઇટ – www.akhiltv.com

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s