કચ્છી શીખવું છે.

કચ્છી મિત્રોને ખાસ,

તમને સૌને જણાવી જ દીધું છે કે હવે અમે પ્રેરાણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓને જીવનોપયોગી જાણકારી આપવાના કાર્યક્રમ ‘માર્ગદર્શન’નો પ્રવાસ બાકી રહેલા ઉત્તર ગુયજરાત અને કચ્છ પ્રદેશમાં તા. 01.07.2010 થી 15.11.2010 દરમ્યાન કરવાના છીએ.

બાર ગાવે બોલી બદલાય માટે

આ પહેલા અમે કચ્છી ભાષાનો પ્રાથમિક અને પ્રારંભિક પરિચય મેળવી લેવા માંગીએ છીએ.

ગુજરાતી ભાષાના કેટલાક અંકો, શબ્દો અને ટૃંકા પ્રશ્નો મેં નીચે લખ્યા છે જેનો કચ્છી અનુવાદ તમે કરી આપશો તો અમને પ્રવાસ દરમ્યાન ઉપયોગી થઇ પડશે.

અંકો : એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એકસો, બસો, પાંચસો, હજાર.

શબ્દો : હા, ના, સાકર, મીઠુ, ચા, કોફી, શરબત, મોળું, ગળ્યું, ઓછું, વધારે, ફાવશે, ચાલશે, અપવાસ, આવતી કાલે, ગઇકાલે, પરમદિવસે, આભાર, આનંદ, મઝા,

ટૂંકા પ્રશ્નો :

 • તમે કેમ છો ?
 • (સ્થળનું નામ) કેવી રીતે જવાશે ?
 • ત્યાં પહોંચવામાં તમે મદદ કરશો ?
 • દાક્તર ક્યાં મળશે ?
 • (ચીજવસ્તુનું નામ)ની દુકાન ક્યાં છે ?
 • (ચીજવસ્તુનું નામ) ક્યાં મળશે ?

ટૂંકા વાક્યો :

 • તમારી સાથે મજા આવી.
 • અમને ઘણું જાણવા અને શીખવા મળ્યું.
 • સમય ઓછો પડયો.
 • તમારી વાનગીઓ
 • સ્વાદિષ્ટ હતી.
 • તીખી લાગી.
 • માં તેલ વધારે પડયું.
 • માં ઘી વધારે પડયું.

બસ, હવે નહિ.

સંપર્કમાં રહેજો.

આવજો. with best regards,

AKHIL sutaria

Advertisements

About અખિલ સુતરીઆ

મારા વિશે મારે કંઇક કહેવાનું હોય તો, .... થોડુ વિચારવું પડે. મને મારી ઓળખ કરાવે .... એવા એક જ્ણની તલાશમાં છું.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to કચ્છી શીખવું છે.

 1. Prabhulal Tataria એ ઇમેઇલ દ્વારા જણાવ્યું કે,

  ભાઇશ્રી અખિલ ,

  તમે મંગાવેલ માહિતિ પહેલાં જણાવી દઉ કે કચ્છીભાષામાં અમુક ગુજરાતી મુળાક્ષરોનો ઉપયોગ થ્તો નથી.જેવાકે “દ” “શ,ષ,” “ળ” અને “ક્ષ”

  અંક

  ૦૧= હકડ઼ો (ડ઼ો નો ઉચ્ચાર ળ કેવો થાય છે),૦૨=બ, ૦૩=ત્રે, ૦૪=ચાર, ૦૫=પંજ

  ૦૬=છ,૦૭=સત,૦૮=અઠ,૦૯=નોં,૧૦=ડો, ૧૦૦=સો/હક્ડ઼ો સો,૨૦૦=બસો,૫૦૦=પંજસો ૧૦૦૦=હજાર/હકડ઼ો હજાર,

  “શબ્દો”

  હા=ભો/હા, ના=ના, સાકર=સકર/ખંન, મીઠું=મીઠો, ચા=ચાય, કોફી=કાફી, શરબત=સરભત,મોળુ=મોરો,ગળ્યું=મિઠો, ઓછું=ઓછો,વધારે=ગચ/જજો

  ફાવશે=ફાવધો,ચાલશે=હલ્ધો,અપવાસ=ઉપવાસ,આવતી કાલે/ગઇકાલ=કાલ(આ શબ્દ

  નો અર્થ આગળ કે હવે પછી વપરાનારા શબ્દ પર છે.)પરમ દિવસે=પરૈયેં આભાર=આભાર,આનંદ=આનંધ,મઝા=મઝા/મોજ

  “ટૂંકા પ્રશ્નો”

  તમે કેમ છો?=ઐ કીં અયો?,

  (સ્થળનું નામ) કેવી રીતે જવાશે? (સ્થળનું નામ) કિં વંઞા ધો?

  ત્યાં પહોંચવામાં તમે મદદ કરશો?=ઉડાં પુજેમેં/પુજેલાય ઐ મધધ કંધા?

  ડૉકટર ક્યાં મળશે?=ડાગ઼ધર કડાં મલધો?

  (ચીજ વસ્તુનું નામ)ની દુકાન ક્યાં છે?

  (ચીજ વસ્તુનું નામ)જી ધુકાન કડાં આય?

  (ચીજ વસ્તુનું નામ)ક્યાં મળશે?

  (ચીજ વસ્તુનું નામ) કડાં મલધી?

  “ટૂંકા વાક્યો”

  તમારી સાથે મજા આવી= આં વટે મજા આવઇ/આ ભેરી મોજ અચી વઇ

  અમને ઘણું જાણવા ને શીખવા મળ્યું=અસામ્કે ઘણે જાણેલાય ને સખેલાય મલ્યો.

  સમય ઓછો પડ્યો=ટેમ ઓછો પ્યો

  તમારી વાનગી/આંજી વાનગી

  સ્વાદિષ્ટ હતી=સ્વાડ વારી વૈ/ટેસવારિ વૈ, તીખી લગી=તખી લગી

  વધારે તીખી લાગી=ભુંભાટ લગી,માં તેલ વધારે પડ્યું=તેલ ગચ વો,

  ઘી વધારે પડ્યું=ઘે ગચ વો, બસ હવે નહી=ભસ હાને ઘણે થ્યો.

  સંપર્કમાં રહેજો=અવાર નવાર મલ્ધા રોજા/વાવડ્‍ ડિજા

  આવજો=અચિજા

  વિદાય વખતે જરૂર કહેજો =ભલે તડે જય માતાજી

 2. Krutesh કહે છે:

  Hello Akhil,

  Nice info on Kachchhi boli. My very close friend is from kuchchha. So I know some thing about this boli.

  Do you have any Kachchhi folk song. I would like to enjoy it. So try to find if possible.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s