રૂપરેખા અને આયોજન

 

અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ.

વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે.

અમે ઇચ્છીએ છીએ કે, તમારા વિસ્તારમાં આવેલ શૈક્ષણિક, સામાજીક, વ્યાવસાયિક કે ઔદ્યોગિક સંસ્થાના સહયોગ / ઉપક્રમે અમારા આ કાર્યક્રમનું આયોજન થાય.

અમે જોયું છે કે,

  • ભારતનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા બાળકો અને યુવાનો ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવવા તત્પર છે.
  • તેમને વિષમ અને અતિશય સ્પર્ધાત્મક એવી વર્તમાન પરિસ્થિતીમાં શૈક્ષણિક અભ્યાસક્રમની સાથે સાથે વાસ્તવિકતા તથા વર્તમાન વહિવટી વ્યવસ્થા તેમજ વ્યાવસાયિક વ્યવહારની સમજ આપવી જરૂરી છે.
  • તેમને પશ્ચિમની કઢંગી અસરથી સુરક્ષિત રાખવા જરૂરી છે તો સાથે સાથે અપનાવવા લાયક આદતો કેળવવા પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે.
  • ભૌતિક સમૃધ્ધીને બદલે પ્રગતિશીલ જીવનનું મહત્વ સમજીને જીવનનું ધ્યેય હાંસલ કરવાની પ્રવૃત્તી તરફ વાળવા જરૂરી છે.

તમને નથી લાગતું કે આ આપણી સંયુક્ત જવાબદારી અને ફરજ છે ?

બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ દ્વારા રાષ્ટ્રના નીડર, નિર્ભય અને નમ્ર નાગરીક બનાવવાના આ અભિયાન માર્ગદર્શન એ અંદાજે બે કલાકનો કાર્યક્રમ છે જેમાં જરૂરિયાત મુજબ પ્રેરણાદાયી વિડીયો ફિલ્મ બતાવવામાં આવે અને પછી તે વિષય પર પ્રશ્નોત્તરી અને ચર્ચા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે તેમના માનસિક, બૌદ્ધીક અને નૈતિક વિકાસલક્ષી એવો પ્રેરણાદાયી વિડિયો ફિલ્મોનો આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ન નફો અને ન ખોટ ને ધોરણે સંચાલન કરવા ઇરાદો છે.

કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરશો ?

૧. અમે પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા આવીને તમારા વિસ્તારમાં વસતાં બાળકો, યુવાનો અને મહિલાઓને પણ લાભ આપીશું.

બાજૂમાં માર્ગદર્શન ગુજરાત યાત્રાનો સૂચિત પ્રવાસ માર્ગ અને કાર્યક્રમ દર્શાવેલ છે. સંજોગો અને પરીસ્થિતીને કારણે તેમાં ફેરફાર થઇ શકે છે.

૨. દર સપ્તાહે ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને નીચે જણાવ્યા મુજબ કુલ ૧૨ થી ૧૬ જેટલા ફિલ્મ શોનું સંચાલન કરવાની અમારી તૈયારી છે.

ફિલ્મ શો મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ રવિ સોમ
સવારે ૮.૩૦ થી સવારે ૧૦.૩૦ સ્થાનિકમુલાકાતઅને

લોકસંપર્ક

લોકસંપર્ક પ્રવાસ
સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦
બપોરે ૨.૩૦ થી સાંજે ૪.૩૦
રાત્રે ૮.૦૦ થી રાત્રે ૧૦.૦૦

૩.   શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારીશું.

૪.  સંસ્થાએ સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડની વ્યવસ્થા કરવાની રહેશે.

૫. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર અને એસેસરીઝ ઉપયોગમાં લઇશું.

૬. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.

૭.  જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

૮. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.

૯. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી. ( હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે. )

૧૦.  ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.

૧૧. તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી પેટ્રોલ અને સી.એન.જી ખરીદવા તેમજ સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઇ પડશે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s