ઉદયપૂરમા માર્ગદર્શન ફિલ્મ શો કરવાનો અનુભવ જૂદો જ રહ્યો. મેવાડી ભાષા જાણનારા સ્થાનિક યુવાનો સાથેનો અમારો સંવાદ હિન્દીમાં કરવાની મજા પડી.
સાંજે ટાટા ઇન્ડીકોમની દુકાનમાં જઇને તાજેતરમાં જ પ્રસ્તુતી પામેલ વાયરલેસ હાઇસ્પીડ ઇન્ટરનેટ એકસેસ માટે યુએસબી ડીવાઇસની તપાસ કરી.
ડીવાઇસની કિંમત ૩૬૦૦/– વત્તા ઇન્ટરનેટ યુસેજ ચાર્જીસ અપ/ડાઉન લોડ કે ડયુરેશન (મીનીટ) ના પોસ્ટ અને પ્રી પેઇડ પ્લાન પ્રમાણે.
આજથી મારા સૌથી જૂના …. ના ના સૌ પ્રથમ બ્લોગ ‘અંતરના ઊંડાણમાંથી‘ પર પણ લખવું શરૂ કરી રહ્યો છું.